“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2012

બાળમેળો ૨૦૧૧-'૧૨

            આજે શાળામાં બાળકો માટેનો અનેરો મેળો રાખવામાં આવ્યો હતો. નામ હતું "બાળમેળો"- બાળકો માટેનો બાળકો દ્વારા ચાલતો શૈક્ષણિક મેળો.
           આ મેળામાં નીચે જેવા વિભાગો હતાં. જેમાં બાળકો વારા ફરતી જઈ શકતા હતાં અને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરી શકતા હતાં.કોઈ બોલનાર નહિ કોઈ લડનાર નહિ. ભણતર નું "ટેન્શન" નહિ કે લેશનની ચિંતા નહિ. માર્ગદર્શક શિક્ષક શ્રી તથા અન્ય સહાયક બાળકોની મદદથી મનપસંદ પ્રવૃત્તિ કરી શકતા હતાં. વધુ વાત કર્યા વગર જોઈએ કેટલીક ઝલક.


ચિત્રકામ:-
માર્ગદર્શક : શ્રીમતી અનિતાબેન તથા હરેશ્વરીબેન
સહાયકો : ભાવના, હિરલ, પુષ્પા, હેતલ અને હીના
                      આ વિભાગમાં આવી બાળકો પોતાના મનપસંદ ચિત્રો દોરી શકે તથા જેમને ફક્ત કલર કામ કરવું હોય તેઓને તૈયાર ચિત્રો આપી રંગોપુરવડાવવામાં આવતા.









 ચીટક કામ :-
માર્ગદર્શક :- શ્રી જલદીપભાઈ તથા કાન્તીભાઈ
સહાયકો: વિશાલ, જશપાલ, હર્ષદ, મેહુલ, રાજેન્દ્ર
           આ વિભાગમાં બાળકોને ચીટકકામ કરાવવામાં આવતું. બાળકોને પૂરતું માર્ગદર્શન આપવામાં આવતું.





 માટીકામ:-
 માર્ગદર્શક:- શ્રીમતી રીનાબેન તથા શ્રીમતી મૃગાબેન
સહાયકો: સરોજ, હીના, રીન્કુ, સેજલ, જાગૃતિ અનેજયા.
                 અહીં બાળકો પાસે મતી માંથી બનતા નમુના બનાવડાવવામાં આવતા. બાળકો પોતાના મનપસંદ આકારોને જીવંત બનાવવા મંડી પડતા હતાં.






કાગળકામ તથા છાપકામ:-
માર્ગદર્શક:- શ્રી ચંદુભાઈ તથા રામસિંહ
સહાયકો:- સુનીતા, બીન્તા, વનીતા, નીરૂ અને લક્ષ્મી
       અહીં બાળકો કાગળકામ તથા છાપકામ કરી શકતા હતાં.



           અનેઆ સિવાય કમ્પ્યુટર પર ગેમ્સ તો ખરીજ. મેદાની રમતો, કેરમ, અંતાક્ષરી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાસ્તો તો ખરાજ.
ફોટોગ્રાફર :- શ્રી નિલેશભાઈ (મોબાઈલમાં)

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2012

મહા આરતી

         તા-૨૧/૧/૨૦૧૨ના દ્વિતીય દિવસે સદભાવના કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં મહા આરતીનું આયોજન કરેલ હતું. અમારી શાળાના વિદ્યાર્થીઓને અમે ઘરેથી આરતી તૈયાર કરી લાવવાનું કહેલ હતું. તેથી વિદ્યાર્થીઓ ઘરેથી નાની કે મોટી સુંદર આરતી લઇ શાળામાં હાજર રહ્યા હતા. બધા જ વિદ્યાર્થીઓએ શાળાના આંગણામાં ભેગા થઇ ગુરુજીની આરતી “આનંદ મંગલ ઉતારું આરતી....” સમુહમાં કરી હતી. ત્યારબાદ સૌએ ભેગા થઇ રાબેતા મુજબ પ્રાર્થના, ભજન અને ધૂનની રમઝટ બોલાવી હતી. આમ મહાઆરતી બાદ સૌ પોતાના વર્ગખંડમાં ભણવા માટે બેસી ગયા.