“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 27 જૂન, 2011

હાસ્ય લેખ :- શું તમારા કમ્પ્યુટર માં આ પ્રોબ્લેમ છે?

એક પત્ર બીલ ગેટ્સને.....
 શ્રીમાન બીલ ગેટ્સજી.
         વિષય- અમારા ઘરે અમે એક કમ્પ્યુટર ખરીદ્યું હતું જેમાં અમને કેટલાક પ્રોબ્લેમ દેખાયા જે તમારા ધ્યાન સારું.
સવિનય પ્રોબ્લેમ્સ નંબર
  1.  કમ્પ્યુટરમાં  "START" બટન છે પણ "STOP" બટન નથી. તપાસ કરવા મારી નમ્ર વિનંતી છે.
  2.  અમને મેનુબારમાં "RUN" બટન જોવા મળ્યું. મારા એક મિત્રએ "RUN" બટન દબાવ્યું અને આખું ગામ દોડ્યો! તેથી મારી તમને નમ્ર વિનંતી છે કે "RUN" બટન કાઢી "SIT" બટન રાખો જેથી શાંતિથી બેસે તો ખરા.!
  3. એક અંગત પ્રશ્ન છે. શું કમ્પ્યુટરમાં ક્યાય "RE-SCOOTER" ઓપ્સન છે? એમાં એવું છે કે મને ફક્ત  "RE-CYCLE" ઓપ્સન જોવા મળ્યું, પણ મારા ઘરે "CYCLE" નથી ફક્ત એક મારું જુનું "SCOOTER" જ  છે.
  4.  કમ્પ્યુટરમાં "FIND" બટન છે પણ મને લાગે છે કે તે બરાબર કામ નથી કરતુ! એમાં એવું છે કે હમણાં ગયા અઠવાડિયે જ મારી મમ્મીથી ઘરની ચાવી ખોવાઈ ગઈ અને મે "FIND" કી વડે શોધવા ખુબ પ્રયત્ન કર્યો પણ ક્યાય મળી નહિ. આ પ્રશ્નનુ સમાધાન કરજોને!!
  5.  મારો નાનો ભાઈ "MICROSOFT WORD" શીખી ગયો છે હવે તેને  "MICROSOFT SENTENCE" શીખવું છે તો હવે તે ક્યાં મળશે?
  6.  મે કમ્પ્યુટર, સીપીયુ, માઉસ અને કીબોર્ડ ખરીદ્યું. પણ સ્ક્રીન પર તો ફક્ત "MY COMPUTER" આઇકોન જ દેખાય છે તો બાકીના પાર્ટ્સ ક્યાં છે?
  7.  મને "MY PICTURE" ફોલ્ડર જોઈ નવાઈ થાય છે કે તેમાં મારો એક પણ ફોટો નથી અરે મારો ગમતો એક પણ ફોટો તેમાં નથી તો પછી આ ફોલ્ડર કેમ?
  8.  આમાં "MICROSOFT OFFICE" એપ્લીકેસન છે પણ ઘરે વાપરવા માટે ક્યાય "MICROSOFT HOME" એપ્લીકેસન નથી.
  9.  તમે "MY RECENT DOCUMENTS" બતાવો છો પણ ક્યાય "MY PAST DOCUMENTS" બતાવો છો ખરા?
  10.  તમે "MY NETWORK PLACES" સુવિધા આપો છો. પણ શું તમે ક્યાય "MY SECRET PLACES" સુવિધા આપો છો? આપતા હોય તો વહેલા જણાવજો કેમકે મારા પપ્પા મને શાળા સમયે હું કઈ જગ્યાએ જાઉં છું તે જાણી જશે તો મને મારશે.
  11.  અને અંતમાં એક છેલ્લો પ્રશ્ન : સાહેબજી તમારું નામ "GATES" છે તો પછી તમે "WINDOWS" કેમ વેચો છો?
                    સદરહુ,
                    એક ગામડાનો ખેડૂત માણસ.
                   

શનિવાર, 25 જૂન, 2011

વાર્તા- અજબ સવાલના સાચા જવાબ... ખરેખર દિલ થી વાંચજો.

‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2006’ માં તૃતિય સ્થાન મેળવનાર આ કૃતિ બદલ શ્રી અમિતભાઈ પરીખને (મુંબઈ) ખૂબ ખૂબ અભિનંદન. વાર્તામાં લેખકે માનવીના જીવનલક્ષી ધ્યેયને બાળકના મુખથી પ્રશ્ન સ્વરૂપે રજૂ કરીને એક વિશિષ્ટ પ્રકારની રજૂઆત કરી છે. આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : amitt.parikh@gmail.com ]



નવ વર્ષનો મનન આમ તો એની વયના બાળકો જેવો જ તોફાની અને રમતિયાળ હતો. પણ એક બાબત એનામાં બધાં કરતાં નોખી હતી. એ સવાલોનો દરિયો હતો અને સવાલો પણ એવા કે સુનામીના ભયાનક મોજાઓની જેમ ઉછળીને ભલભલાને ડરાવી દે.


સોમવાર, 20 જૂન, 2011

શું તમે જાણો છો જો કાળું નાણું ભારતમાં પાછુ આવી જય તો શું થાય?

 શું તમે જાણો છો જો ૪૦૦ લાખ કરોડ રૂપિયા પાછા આવી જાય તો શું થાય?
  •  ભારત ફાઈનાન્સીઅલ નંબર ૧ પર આવી જાય.
  •  દરેક જિલ્લાને ૬૦૦૦૦ કરોડ અને દરેક ગામને ૧૦૦ કરોડ મળે.
  •  ૨૦ વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્ષ ના ભરવો પડે.
  • પેટ્રોલ ૨૫રૂ., ડીઝલ ૧૫રૂ., સીએનજી ૧૫રૂ., દાળ ૨૦રૂ., દૂધ ૮રૂ.
  •  ૧૦ વર્ષ શુધી વીજળી મફત.
  •  આપની સરહદ પર બધી બાજુ ચીન કરતા પણ વધુ મજબુત બની જાય.
  •  પુરા દેશ માં ૨૦૦૦ જેટલી OXFORD કરતા પણ મોટી યુનિવર્સિટી બની જાય.
  •  ૯૫ કરોડ લોકોના પોતાના ઘર બની જાય.
  •  ભારત એક મહાસત્તા બની જાય.
  • ભારતના દરેક નાગરિકના ભાગમાં કરોડ કરતા વધુ રૂપિયા આવે.
  •  પાકિસ્તાન જેવા ૧૦ દેશ ખરીદવા હોય તો પણ ખરીદી શકીએ.
  • પુરા ભારતને એક બાગ જેવો ચોખ્ખો અને સુંદર દેશ બનાવી શકીએ.
              આવી તો કેટલીય સ્કીમો પૂરી થઇ જાય.
              અને છતાં પણ આપની સરકારને કાળું નાણું પાછું લાવવામાં કશો રસ નથી.
              લાનત છે યાર આવી સરકાર પર.......
              તમારું શું માનવું છે?
               અમને જણાવો.
              આ મેસેજને ભારતના દરેક નાગરિક સુધી પહોચાડો.
              આપની સરકાર પણ આ જાણે. અને પોતાની મહા ભૂલ સુધારે.

વિદ્યાર્થી ઓળખપત્ર

શાળાના શૈક્ષનિક પ્રવાસ દરમ્યાન
શાળાના શિક્ષકો અને પ્રવાસમાં સાથે આવેલ વાલીઓને
સૌથી વધુ તકલીફ પડી હોય તો તે છે
બાળકો પાસે ઓળખપત્રનો અભાવ.
તેથી
અમે બધા પ્રવાસમાંથી પરત ફરતા હતાં ત્યારે
બાળકોના ઓળખપત્ર
બનાવડાવવાનું નક્કી કર્યું.
અને તેના ફળસ્વરૂપે અમે વેકેશન પહેલા જ બધા બાળકોના ફોટા પડાવી
ઓળખપત્રોની કામગીરી શરુ કરી દીધી.
અને  હવે જુઓ
બધા બાળકો પાસે પોતાના ઓળખપત્રો છે.
એક નમુનો

આંકલાવમાં માનસી ડીજીટલ સ્ટુડીઓના માલિક રાજુભાઈએ બાળકોના નજીવા ખર્ચે 
ઓળખપત્ર અને ૪ પાસપોર્ટ સાઈજના ફોટા બનાવી આપ્યા.
તે બદલ રાજુભાઈનો
શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

રવિવાર, 19 જૂન, 2011

Father's Day Special



Wish You very Happy father”s day.
Its very true and  hearty but very formal american style wish.
                   આજે ફાધર્સ ડે. અમેરિકનો પોતાના મમ્મી કે પપ્પાને વર્ષે એકવાર ફાધર્સ ડે કે મધર્સ ડે વિશ કરી લે કારણ  એજ એક દિવસ છે એમને એમની પરવરિશ માટે  માતા-પિતાનો આભાર માનવાનો બાકી તો એ ભલા અને એમનુ રૂટીન ભલુ. આમ જોવા જાવ તો હવે આપણું પણ એવું જ કહેવાય ને?
             ફાધર્સ ડે દર વર્ષે જુન મહિનાના ત્રીજા રવિવારે પુરા વિશ્વમાં ઉજવવામાં આવે છે. Spokane, Washingtonમાં સૌપ્રથમ તેની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસે જેના પિતા જીવિત હોય તે લાલ ગુલાબ આપી અને જેના પિતાજી જીવિત ન હોય તે સફેદ ગુલાબ અર્પણ કરી પિતાની પૂજા કરે છે.
જ્યારે અમે નાના હતા ત્યારે રાતોની રાતો જાગીને  માથે બરફ-મીઠાના પાણીના પોતા મુક્યા  મમ્મીએ અને તમે.   અત્યારે જ્યારે તમને  તમારી માંદગીમાં અમારી ખરી જરૂર પડી ત્યારે  એ ભૂતકાળ એક ક્ષણમાં ભૂલીને અમારા ભવિષ્યને વિચાર કરી ને  એક રાતનો પણ તમારા ઉજાગરો કરવાના બદલે ચાલતા  થયા અમે.
આંગળી પકડીને ચાલતા શીખવ્યુ તમે - તમારી ટેકણલાકડી બનવાના બદલે હાથ જ છોડીને ખસી ગયા અમે .
ચકલીનુ ચીં ચીં મોંમા કરાવી બોલતા શીખવ્યુ તમે – ફુરસદના સમયે તમને સાંભળવાના બદલે નિઃ શબ્દ વાતાવરણમાં મુકી દીધા અમે.
આલ્બમોમાં  નાનપણને સંઘરી યાદો તાજી રાખી તમે- હાજરીને  જ તમારી ભૂતકાળ બનાવી દીધો અમે.
અમારા દરેક સારા પ્રસંગને ઉજાળ્યો તમે-તમારી નિવ્રુત્તિની ક્ષણો  ઉજવવાના બદલે ઉચાળા ભર્યા અમે.
અમારી દરેક ક્ષણોએ  હાજર રહી એને  ભરપૂર બનાવી તમે- તમારો ખાલીપો ભરવાના બદલે શૂનકાર ઉમેર્યો અમે.
જ્યારે જ્યારે  તમારી જરૂર હતી ત્યારે અડીખમ બનીને , માનસિક સધિયારો બનીને  સાથ આપ્યો તમે -હવે જ્યારે  તમને શારીરિક  સથવારાની જરૂર પડી -તમારા માટે ઉભા રહેવાના દિવસો આવ્યા ત્યારે  ચાલતી પકડી  અમે .
અને માટે જ  ખરા હ્રદયથી તમારી તંદુરસ્તી-તમારી સ્વસ્થતા પ્રાર્થુ છું ઇશ્વર પાસે.
જો ખુશ છો તમે તો રાજી છીએ અમે.
જો સ્વસ્થ છો તમે તો નિશ્ચિંત છીએ અમે.
That”s why I Heartiely  Wish You  Not Only Very Happy Father”s Day
But Wish You Very Haapy Each Day.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ

ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ
ત્વમેવ સર્વ મમ દેવ દેવમ.
આ જ ખરી અને હંમેશની તમારા માટેની લાગણી અમારી.

શુક્રવાર, 17 જૂન, 2011

S.M.C (School Management Committee) 2011-'12

R.T.E.  પછી આવેલા ઘણા ફેરફારોમાંનો  એક ફેરફાર એટલે  S.M.C.- School Management committee
[શાળા વ્યવસ્થાપન કમીટી].
                                     સરકારશ્રી ના પરિપત્ર મુજબ શાળામાં એક સમિતિ બનાવવામાં આવે જેમાં શાળામાં ભણતા બાળકોના વાલીઓની અને શિક્ષકોની એક સમિતિ બનાવવાની હતી, જે માટે શાળાના આચાર્ય સાહેબશ્રી એ ગામલોકોની એક મીટીંગ બોલાવી. જેમાં ગામના સરપંચ સાહેબ શ્રી, પે સેન્ટરના આચાર્ય શ્રી, સી.આર.સી. શ્રી, ગામના આગેવાનો, વાલીઓ તથા માતાઓ ઉપસ્થિત રહ્યા.
 
મીટીંગમાં ઉપસ્થિત સર્વેનું આચાર્યશ્રીએ શાબ્દિક સ્વાગત કર્યા બાદ સૌને SMC વિશે માહિતગાર કર્યા. સૌ ગામ લોકોની સહમતીથી SMCની રચના કરવામાં આવી. સૌ ગામલોકોએ તેને સહર્ષ સ્વીકારી લીધી.
SMC રચના થયા પછી આચાર્ય સાહેબશ્રીએ સૌને શાળાનુ મકાન અદ્યતન કરવાની દરખાસ્ત મૂકી. સૌ સદસ્યોએ તેને સહર્ષ સ્વીકારી લીધી અને તન, મન અને ધનથી બનતી મદદ કરવાની તૈયારી બતાવી. શાળાના આચાર્ય સાહેબે તે વિશેની કાર્યવાહી હાથ ધરી.

સોમવાર, 13 જૂન, 2011

Back to School..... 2011

  

શાળાની ભૌતિક સુવિધા

  • શાળાના તમામ વિદ્યાર્થીઓના બેંકમાં ખાતા ખોલવામાં આવેલ છે. તથા બધા બાળકોને સરકારશ્રી તરફથી શિષ્યવૃત્તિ ડાઇરેક્ટ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  • શાળાના બધા બાળકોને યુનિફોર્મ લાવવા સહાય મળે છે. જે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  • શાળાના બધા બાળકોને પુસ્તકો, સ્વ-અધ્યાયપોથીઓ સરકારશ્રી ધ્વારા આપવામાં આવે છે.
  • શાળામાં ભણતા વિકલાંગ બાળકોને વિકલાંગ સહાય આપવામાં આવે છે. જે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  • શાળામાં સરકારશ્રીના મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર યુક્ત ભોજન આપવામાં આવે છે.
  • આ વિસ્તારના પાણીમાં ક્ષારનુ પ્રમાણ વધુ હોવાથી શાળામાં સરકારશ્રીની યોજના અંતર્ગત શાળાના બાળકોને RO SYSTEM આપવામાં આવી છે.
  • બધા બાળકોને જમવા માટે શાળામાં થાળી, વાટકી અને ગ્લાસની સુવિધા સરકારશ્રી ધ્વારા કરવામાં આવેલ છે.
  • ગામમાં ભૂતકાળમાં એક પુસ્તકાલય હતું જે બંધ થતા બધા પુસ્તકો શાળાને આપવામાં આવ્યા હતાં જે ધ્વારા શાળા પુસ્તકાલય બનાવેલ છે. તથા સમયાંતરે શાળામાં પુસ્તકો લાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
  • ધારાસભ્ય બોરસદ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબની ગ્રાન્ટમાંથી શાળાને એક કમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનર મળેલ છે.
  • ગામના અગ્રણી શ્રી જશભાઈ તરફથી શાળાને એક સેકન્ડ કમ્પ્યુટર ભેટ મળેલ છે.
  • ગામના પ્રથમ અગ્રણી નાગરિક એવા સરપંચ શ્રી સુરેશભાઈ તરફથી શાળાને ૨ કમ્પ્યુટર વોટર સેડ યોજના અંતર્ગત મળેલ છે.
  • રાષ્ટ્રીય તહેવારોમાં નગરની દૂધ ઉ. ડેરી તરફથી મીઠાઈ વહેચવામાં આવે છે.
  • ધો- ૫ થી ૮ ના બાળકોને બેસવા માટે બેન્ચિસ સરકારશ્રી તરફથી મળેલ છે.
  • શાળાના ઓરડાની જર્જરિત સ્થિતિ થવાથી જુના ઓરડા પાડી તેના સ્થાને નવા અત્યાધુનિક ૬ ઓરડા બનાવવામાં આવેલ છે.
  • શાળામાં જયારે કોઈ મદદની જરૂર હોય ત્યારે ગામના સેવાભાવી લોકો યથાશક્તિ મદદ કરે છે. શાળામાં જયારે પણ ચણતર ને લાગતું કામ હોય ત્યારે શ્રી મનુભાઈ પઢિયાર વગર મહેનતાનાએ કામ કરી આપે છે. ઇલેક્ટ્રિકને લાગતું કોઈ કામ હોય તો શ્રી સંજયભાઈ પરમાર મફતમાં કામ કરી આપે છે. શાળાને જયારે પણ ઠંડા પાણીની જરૂર હોય ત્યારે શાળાની બાજુમાં આવેલ રામદેવ ચિલ્ડ વોટર (શ્રી જશવંતભાઈ પરમાર) તરફથી પાણીના જગ આપવામાં આવે છે.
-:આ જુઓ નકશામાં આણંદ અને વડોદરાથી અમારી શાળા:- 

    શનિવાર, 11 જૂન, 2011

    એક ભયમુક્ત ભારતની કલ્પના

           ભારતમાં આજે આતંકવાદ ખુબ વધી રહ્યો છે. કોઈ પણ સરકાર આતંકવાદ રોકવા માટે કોઈ જવાબદારીભર્યું પગલું લેતી નથી. તેઓ આવે છે આપણને મારે છે અને જતા રહે છે સરકાર ફક્ત ખોટા વાયદા કર્યા કરે છે. આપને પણ આપણા મિત્રોને SMS કરી આતંકવાદી હુમલાના સમાચાર જણાવીએ છીએ, ભગવાન નો આભાર માણીએ છીએ કે હું તો બચી ગયો. T.V પર સમાચાર જોઈએ છીએ અને બીજા દિવસે આ બધું ભૂલી જઈ આપને આપણા કામમાં વ્યસ્ત થઇ જઈએ છીએ ખરું ને?
                        સરકાર આપણા ખિસ્સાના નાણામાંથી પોતાના માટે Z કક્ષાની સિક્યુરિટી રાખે છે. આતંકવાદીઓ પણ આવા નેતાઓને મારવાનું વિચારતી નથી કારણકે તે જાણે છે કે જો આપને તેઓને મારી નાખીશું તો જનતામાં આતંકવાદીઓનો ભય રહેશે નહિ.....
                         દરેક વખતે સામાન્ય માણસને જ સહન કરવું પડે છે. આપને કેમ આવા નેતાઓને ચુંટીએ છે જે આપણા માટે કશું કરતા નથી. તેઓ ફક્ત તેમના ખિસ્સા ભરવા માટે જ કામ કરે છે. કોઈ પોતાના હાથમાં બંદુક પકડવા માંગતું નથી.... પણ તેનો અર્થ એવો નથી કે તે આવું કરી શકતા નથી!! જયારે આપની અંદર સુતો સામાન્ય માણસ જાગી જશે ત્યારે ભારતમાં ફરીથી "નવનિર્માણ આંદોલન" સારું થઇ જશે. નિર્દય આતંકવાદીઓ એ જાણતા નથી કે તેમને મારી કાઢવા એ થોડી મીનીતોનું જ કામ છે. જો હવે કોઈ હુમલો થશે તો ભારતના બાળકોથી માંડી ઘરડાઓ પણ હાથમાં બંદુક ઉપાડતા વિચાર નહિ કરે. હવે એ દિવસો પણ દુર નથી કે જો નેતાઓ પોતાનો રવૈયો નહિ બદલે તો ભારતીયો પણ હાથમાં હથિયાર લેતા વિચાર પણ નહિ કરે....
                         લોહી રેડ્યા વિના શાંતિ મળતી નથી. શું કારગીલમાં આપણા લોકો શાંતિથી રહી શકે છે? મુશ્કેલીના સમયે શું આપને અફગાનિસ્તાનમાં આરામથી આપણું વિમાન ઉતારી શકીએ છીએ? તો શા માટે આપણા સંસદ પર હુમલો કરનારને આપની સરકાર કેમ છોડી દે છે? શું આપને ક્યારેય મળ્યા છીએ જેઓએ હુમલામાં પોતાનો કોઈ અંગ ઘુમાવ્યો હોય, હુમલામાં પોતાના પરિવારના સભ્યને ઘુમાવ્યું હોય? અને જો કોઈ મળ્યું હોય તો શું તેમનું દુઃખ દિલથી અનુભવ્યું છે? જો તમારો જવાબ હા હોય તો તમે આતંકવાદી હુમલો રોકવાનું જવાબદારી ભર્યું કામ કરી રહ્યા છો. શા માટે આપને બીજા દેશ પર આધાર રાખવો પડે છે, મદદ માગવી પડે છે? શા માટે આપને એવું કહીએ છીએ કે અમે સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ તે સહમત થતા નથી. ક્યાં સુધી આમ જ ચાલ્યા કરશે?
                          આપણને અભિમાન થાય એવી સિક્યુરિટી એજન્સીઓ આપની પાસે છે જેમકે પોલીસ, આર્મી અને બીજી ઘણી બધી... આપણા કમાન્ડો, ફોર્સ, પોલીસ અને સિક્યુરિટી એજન્સીઓની મદદ લઇ ભારતને બચાવવો જોઈએ. આપનામાં રહેલા વિશ્વાસને જગાવવાની જરૂર છે. ફક્ત નેતાઓને જ નહિ પણ ભારતના ૧૧૦ મિલિયન લોકોને Z કક્ષાની સિક્યુરિટી મળે તેમ કરવું જોઈએ. ત્યારે જ સાચા અર્થમાં આપણને આઝાદી મળી કહેવાય. ભારતના બધા નાગરિકો વતી નેતાઓને વિનંતી કરીએ કે ભારતને બચાવે. ચાલો એક ખુશનુમા ભારતને બનાવવા બનતા પ્રયત્નો કરીએ.