“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 28 માર્ચ, 2011

વિદાય સમારંભ ધો-૭ વર્ષ ૨૦૧૦-૧૧ તથા Award Function


વિદાય ગીત
 સ્મરણ તમારા હૈયે મારે રહી જશે
વિદાય ઘા આ કર્મો શું કહી જશે...
                            સ્મરણ તમારા હૈયે.....
પાંખ પસારી પંખીઓ ઉડી રહ્યા
ખબર નથી કઈ ડાળીએ ઉડી જશે...
                            સ્મરણ તમારા હૈયે....
વેળા છે વસમી ઘણી વિદાયની આ
શ્રદ્ધા છે હૈયે આ યાદો વસી જશે...
                             સ્મરણ તમારા હૈયે....

                                      વિદાય વેળા એ ગવાયેલ આ ગીત ખરેખર ખુબ જ કારમો ઘા કરી જાય છે.
                         વિદાય સમારંભમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત આંકલાવ તાલુકાના શિક્ષકસંઘના પ્રમુખશ્રી તથા સીઆરસી સાહેબ શ્રી નુ શાળાની બાળાઓ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું. દરેકે આ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું. ધો-૭ ના બાળકોએ પોતાના દિલની વાત વક્તવ્ય ધ્વારા કરી તથા ધો-૭ ના બાળકો ધ્વારા શાળાને ૨૦ ડીશો ભેટ આપવામાં આવી.
                                    શાળાના આચાર્ય સાહેબ શ્રી તથા સમગ્ર શિક્ષક સ્ટાફ ધ્વારા બાળકોને આશિર્વચનો આપવામાં આવ્યા.
                                     ધો-૭ ના વર્ગશિક્ષકે પોતાના વર્ગની કામગીરીનો આછો ચિતાર આપ્યો અને આ પ્રસંગ વેળાએ ધો-૭નાં બાળકોનો કામગીરીને આધારે તેમને આચાર્ય ધ્વારા એવોર્ડ આપવામાં આવ્યા. જેમાં
  • શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ-  ભાવના એમ. પરમાર
  • તંદુરસ્થ  બાળક એવાર્ડ- ભાવના એમ. પરમાર
  • સૌથી વધુ પ્રવુંત્તિમાં ભાગ લેનાર બાળક- હેતલ એમ.પરમાર&નીરૂ એમ.વાઘેલા.
  • સુંદર ગુલાબ (છોકરો)- ધર્મેન્દ્ર એ. વાઘેલા
  • સુંદર ગુલાબ (છોકરી)- રતન એસ. પરમાર
  • શ્રેષ્ઠ મદદનીશ બાળક- નીરૂ એમ. વાઘેલા & ભાવના એમ. પરમાર
  • નિયમિત બાળક- ભાવના એમ. પરમાર
  • શ્રેષ્ઠ રમતવીર- ભૌતિક આર. પઢીયાર
  • શ્રેષ્ઠ મંત્રી- ધર્મેન્દ્ર એ. વાઘેલા
  • શ્રેષ્ઠ વાલી- શિવસિંહ રાયસંગ પરમાર (રતનના પિતા)

અંતમાં  વર્ગશિક્ષક શ્રી નિલેશભાઈ સાથે બધા બાળકોએ ફોટો પડાવી પોતાની મીઠી યાદોને કેમેરામાં કેદ કરી લીધી. સમૂહ નાસ્તાનો આનંદ માની આજનો કાર્યક્રમ ખુબજ દુઃખી મને પૂર્ણ કર્યો.

સોમવાર, 14 માર્ચ, 2011

Look at the Other Side

           એક ભાઈ સમાચારપત્ર વાંચી રહ્યા હતાં અને તેની પુત્રી વારંવાર તેને પરેશાન કરી રહી હતી. તેને બીજી રમતમાં વ્યસ્ત કરવા માટે તે ભાઈએ સમાચારપત્રમાંથી એક પાનું ફાડ્યું કે જેના પર દુનિયાનો નકશો છપાયેલો હતો. તે પાનું તેની પુત્રીને આપ્યું અને તેની રૂમમાં જઈ ફરીથી નકશો બનાવી લાવવા કહ્યું. હવે તે માણસને ખાતરી થઇ ગઈ કે તેની પુત્રી આખો દિવસ તેને હેરાન નહિ કરે. નકશો બનાવતા જ આખો દિવસ નીકળી જશે. પણ તે ખોટા પડ્યા. તેની પુત્રી પાંચ જ મિનિટમાં નકશો પૂરે પુરો બનાવી પાછી આવી ગઈ હતી.તે માણસે ખુબ જ આશ્ચર્ય સાથે તેને પુછ્યુંકે આટલો જલ્દી નકશો તે તૈયાર કઈ રીતે કર્યો? તો તેણીએ કહ્યું, "અરે પપ્પા નકશાની પાછળ એક માણસનો ફોટો હતો મે માણસનો ફોટો ગોઠવ્યો એટલે પાછળ નકશો જાતે જ તૈયાર થઇ ગયો...!!!
                                 બોધ- આ દુનિયામાં અજમાવવા માટે દરેકની બીજી બાજુ હોય જ છે. આ પ્રસંગ આપણને આ વાત ખુબ જ સરસ રીતે સમજાવી દે છે. જયારે પણ આપને કોઈ સમસ્યા કે મુશ્કેલી જેવી પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આપને તેની બીજી બાજુ પણ દેખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી બાજુ જોતા તમને આશ્ચર્ય થશે કે આ સમસ્યાનો ઉકેલ આટલો સરળ છે!!
                                 TO MAKE THE WORLD PERFECT YOU NEED NOT TO MAKE VERY LARGE EFFORTS BUT ONLY MAKE THE THE FACE OF THE MAN PERFECT.CHANGE YOURSELF TO CHANGE THE SYSTEM. AND AT LAST CHANGE BEFORE YOU HAVE TO...

રવિવાર, 13 માર્ચ, 2011

પ્રેમ અને ગુસ્સાની કોઈ હદ હોતી નથી.. જરૂરથી વાંચજો.

             અમેરિકામાં એક માણસ પોતાની નવી કારને પોલીશ કરી રહ્યો હતો ત્યારે તેના સાત વર્ષના બાળકે પથ્થર લીધો અને કાર પર લીટા પાડવા લાગ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં તે માણસે તે જ પથ્થર વડે બાળકનો હાથ ભાગી નાખ્યો. તે માણસને ખબર ન હતી કે તે શું કરી રહ્યો હતો. બીજા દિવસે દવાખાનામાં ખબર પડી કે વધારે પડતા ફ્રેક્ચરના કારણે બાળકે બધી આંગળીયો ખોઈ નાખી હતી. જયારે બાળકે દુઃખી આંખો વડે પોતાના પપ્પાને જોયા ત્યારે તે બોલ્યો:- પપ્પા મારી આંગળીયો ક્યારે પાછી આવશે...?! તે માણસ ખુબ દુઃખી થયો અને કશું કહી ના શક્યો.
               તે કાર પાસે પાછો આવ્યો અને કારને ખુબ લાતો મારવા લાગ્યો. જયારે તેને ભાન આવ્યું ત્યારે દુઃખી થઇ કાર પાસે બેસી ગયો. એટલામાં તેની નજર લીટા પર પડી- બાળકે લખ્યું હતું," I LOVE YOU DAD"
           ....................

                 .............. બીજા દિવસે સમાચારમાં આવ્યું કે તે માણસે આપઘાત કરી લીધો હતો.
                પ્રેમ અને ગુસ્સાની કોઈ હદ હોતી નથી. પોતાની ઝિંદગી સુંદર અને મધુર બનાવવા કયો શબ્દ પસંદ કરવો એ તમારા હાથ માં છે.
                વિચારો ઉપયોગ માટે અને માણસ પ્રેમ માટે હોય છે. પણ આ યુગમાં પ્રશ્ન એ છે કે આજે માણસનો ઉપયોગ અને વિચારોને પ્રેમ કરાય છે.
                ગુસ્સામાં કોઈ નિર્ણય લેશો નહિ અને ખુશી માં કોઈને વચન આપી દેશો નહિ.

બુધવાર, 9 માર્ચ, 2011

FeedBack

Hi,
Nilesh,
I visited your blog. It is nice. You did a great job in making blog of your school.
Regards,
Durgesh Patel,
Australia
From:
durgesh patel <durgesh.ec.84@gmail.com>
To:Nilesh Patel <nileshpatel7739@yahoo.com>

  
દુર્ગેશભાઈ
શાળા પરિવાર અને ખાસ કરી મારા અને આચાર્ય સાહેબ તરફથી આપનો ખુબ ખુબ આભાર.
લિ.
નિલેશ પટેલ

મંગળવાર, 8 માર્ચ, 2011

woman's day



         આજે શાળામાં વિશ્વ મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી. સમૂહ પ્રાર્થના તથા ભજન ગાન ધ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શ્રીમતી રીનાબેને ગામલોકોનું તથા કાર્યક્રમ માં ઉપસ્થિત સી.આર.સી. કો.ઓર્ડી. સાહેબ શ્રી અશોકભાઈ સાહેબનું સ્વાગત કર્યું.



  

                            ગામમાંથી સો જેટલી માતાઓ તથા બહેનો આવ્યા હતાં. શાળાની શિક્ષિકા બહેનો ધ્વારા ઉપસ્થિત બહેનો ને સ્ત્રી શક્તિ તથા મહિલા દિન વિશે વિસ્તૃત માહિતી પૂર્ણ પાડી. કન્યા કેળવણી તથા સ્ત્રી પ્રગતિ વિશે પણ બહેનો ને જાગૃત કર્યા.
 


    CRC સાહેબે પણ ગામમાંથી ઉપસ્થિત બહેનો નુ સંબોધન કર્યું. કન્યા કેળવણી અને મળતા લાભો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી. 










          શિક્ષિકા બહેનોએ ગામની બહેનોને રમતો રમાડી અને મનોરંજન કર્યું.









           મીના મંચ અંતર્ગત શાળામાં થતા વિવિધ કાર્યક્રમો ની ફાઈલ ગામની બહેનો એ જોઈ અને શાળા કામગીરી ના વખાણ કર્યા. ચા નાસ્તાનો આનંદ માણી બધા છુટા પડ્યા.

નારી શક્તિ...

                જયારે હું ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે ગુજરાતીમાં ઝવેરચંદ મેઘાણી રચિત એક કાવ્ય આવતું હતું. નામ હતું "ચારણકન્યા". ચૌદ વર્ષની એક ચરણ કન્યાની વાત હતી કે જે આપણને ભારતની "નારીશક્તિ" નો પરિચય આપતી હતી. ચૌદ વર્ષની ચરણ કન્યા પોતાના પશુઓને બચાવવા માટે સિહ સાથે લડવા તૈયાર થઇ ગઈ હતી.
                       સમય આવ્યે વતન માટે બંને હાથમાં ખુલ્લી તલવાર રાખી લડનાર "ઝાંસી"ની રાણી લક્ષ્મીબાઈએ હજારો પુરુષોને પણ ધૂળ ચાટતા કરી દીધા હતાં.
                ક્યાં છે હવે એ ભારતીય નારી....?!!! અહીં ભારતની પુત્રી..... રાજકુમારીનો ફોટો આપેલ છે. થોડા સમયથી આપને સમયાંતરે આતંકી હુમલાનો સામનો કરી રહ્યા છીએ. અને આપને તેનો સામનો કરવા માટે આ "શક્તિ"ની જરૂર છે.