“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 29 ઑગસ્ટ, 2011

શ્રાવણના અંતિમ સોમવારે તિથીભોજન

       સરસ્વતીનગર વિસ્તારની વતની અને શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કુ. મીનાક્ષી રામસિંહ પરમારે શાળાના બાળકોને જમાડીને શ્રાવણના સોમવાર ઉજવવાનું નક્કી કર્યું.
       શાળાના બધા બાળકોએ તથા શિક્ષકગણે ભોજનનો આસ્વાદ માન્યો જેની કેટલીક બોલતી તસ્વીરો.

નીચેની પ્રથમ તસ્વીરમાં કુ. મીનાક્ષી બાળકોને જમાડતા નજરે પાડે છે અને બાજુની તસ્વીરમાં શાળાની શિક્ષિકા બહેન શ્રીમતી હરેશ્વરીબેન મીનાક્ષીની માતાજીની સાલ ઓઢાડી અભિવાદન કરતા નજરે પડે છે. શાળાને જરૂરી વસ્તુ લાવવા માટે ભેટ રૂપે શ્રી રામસિંહભાઈ તરફથી ૫૦૦ રૂ. ભેટ પણ આપવામાં આવી છે.
           તેમનો પરિવાર ખુબ ખુબ પ્રગતિ કરે તેવા શાળા પરિવાર તરફથી પ્રભુ પ્રાર્થના.

ગુરુવાર, 18 ઑગસ્ટ, 2011

My letter to members of school family- Narendra Modi

મિત્રો,                             ગુજરાતની પ્રાથમિક શાળા પરિવારના સ્વજનોને મે એક પત્ર લખ્યો છે. આપણા સુધી એ લાગણી પહોચાડવા માટે બ્લોગ પર મુકું છું.
આભાર
 

સોમવાર, 15 ઑગસ્ટ, 2011

સ્વાતંત્ર દિન નિમિત્તે મારો એક પ્રશ્નાર્થ???

                  નીચે થોડા પ્રશ્ન મુકેલ છે
                         વિચારો અને કહો.
                  મૂલ્યાંકન તમારે જ કરવાનું છે અને પોતાની જાતને નહિ જ છેતરો એનો અમને વિશ્વાસ છે.
  • શું આપણે સાચા દેશભક્ત છીએ? તો કહો તમે ભારત માતાની પ્રતિમાના દર્શન ક્યારે અને ક્યાં કર્યા હતાં? 
  • તમને નથી લાગતું કે દરેક ધર્મના લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ જગાવે અને તે માટેની પોતાની ફરજોથી સભાન થાય તે માટે તે દરેક ધર્મના ધાર્મિક સ્થાનોએ "ભારતમાતા" ની પ્રતિમાનું પણ એક સ્થાન આગવું ફરજીયાત હોવું જોઈએ ?
  • શું તમારા ઘરમાં કે પૂજા ખંડમાં "ભારતમાતા" ની ફોટો છે?
  • તમારા મનમાં છેલ્લે ક્યારે દેશ માટે "કશું" કરવાની ભાવના જન્મી હતી? અને તે વિશે તમે શું કર્યું?
  • દેશ માટે તમે શાની કુરબાની આપી શકો છો?
  • તમારા કર્મક્ષેત્ર ધ્વારા તમે દેશની મદદ કઈ રીતે કરી શકો છો?
  • દેશ માટે તમે આજે કોઈ પ્રતિજ્ઞા લો તો તમે શું પ્રતિજ્ઞા લો?

શુક્રવાર, 5 ઑગસ્ટ, 2011

બાળ વૈજ્ઞાનિકોને મળેલ Inspire એવોર્ડ

                                Ministry Of Science And Technology, department Of Science And Technology, New Delhi દ્વારા Innovation Science Pursuit For Inspired Research (INSPIRE) પ્રોગ્રામ અંતર્ગત Scheme For Early Attraction Talent For Science (SEATS) નામની યોજના અમલમાં મુકવામાં આવી છે. તે મુજબ ૧૦ થી ૧૫ વર્ષની વયજૂથ ધરાવતા બાળકો માટે રૂ.૫૦૦૦/- નો એવોર્ડ આપવાની યોજના વર્ષ ૨૦૦૯-૨૦૧૦ થી ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.
                               ગુજરાત રાજ્યમાં માન. અગ્રસચિવશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ યોજનાનું અમલીકરણ થઇ રહ્યું છે. આ યોજનાનો લાભ ગુજરાતના બાળકોને વર્ષ ૨૦૧૦-૨૦૧૧ દરમ્યાન આપવા સારું ગત વર્ષે તમામ પ્રાથમિક/ માધમિક શાળાઓમાંથી નામ મંગાવવામાં આવેલ હતાં. આ આવેલ નામો ભારત સરકારને મોકલી આપવામાં આવેલ હતાં. જે અન્વયે તેમના તરફથી પ્રાથમિક શાળાઓ માટે પસંદગી થઈને ગુજરાત રાજ્યમાં કુલ ૧૧૭૯૭ Inspire એવોર્ડ મંજુર કરવામાં આવેલ છે.
                               આ સંદર્ભે આ શાળામાંથી ૨ બાળાઓ પસંદ થયેલ છે. જેમના નામ નીચે મુજબ છે.
  1.  ક્રિષ્નાબેન રંગીતસિંહ પરમાર ધો-૬
  2.  નીરૂબેન મનુભાઈ વાઘેલા ધો-૭
                                જીસીઈઆરટી ના માર્ગદર્શન અને પરીપત્ર (ક્રમાંક જીસીઇઆરટી/ વિજ્ઞાન/૨૦૧૧/૧૪૭૧૦-૬૨) મુજબ એવોર્ડના જે નાણા વિધાર્થીને આપવાના છે તે નાણા પૈકી ૫૦% નાણાનો ઉપયોગ વિજ્ઞાન પ્રદર્શન માટે મોડેલ્સ બનાવવા માટે કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ જીલ્લા કક્ષાના પ્રદર્શન સુધી ટ્રાવેલિંગ ખર્ચ માટે અને વિજ્ઞાન શિક્ષણ સંદર્ભેની પ્રવુત્તિ માટે કરવામાં આવશે. શાળામાં આ અંગેનું સંમતિપત્ર આ વિદ્યાર્થીઓના વાલી પાસેથી લેવામાં આવેલ છે.
"બન્ને બાળાઓને શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન"

શું આપ એક જાગૃત વાલી છો?

                         ‘વાલી’ની ભૂમિકા અર્જુનરૂપી ‘વિદ્યાર્થી’ના શ્રીકૃષ્ણરૂપી ‘સારથી’ બનવાની છે. તમારે તો ભગવદ્ ગીતાનો ઉપદેશ જગતને આપવાનો છે, પ્રશ્ર પૂછવાનો નથી!
                  શું ખરેખર આપણે એક જાગૃત વાલી છીએ? ચાલો જાણીએ એક કસોટી ધ્વારા.
સૂચનાઓ:-
  1. સમયમર્યાદા: ૨૦ મિનિટ, મહત્તમ સ્કોર: ૧૦૦
  2. બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
  3. દરેક પ્રશ્નનો જવાબ તટસ્થતાથી આપવો.
૧. તમારા સંતાનનો રોલનંબર, વર્ગ, વર્ગ શિક્ષકનું નામ જાણો છો?
(એ) ના (બી) એક વિગત (સી) બે વિગતો (ડી) ત્રણેય વિગતો

૨. વર્ષ દરમિયાન લીધેલી શાળાની મુલાકાત
(એ) એકવાર પણ નહીં (બી) એકાદ વાર (સી) વાલી મીટીંગ/પરિણામ વખતે/ફરિયાદ પૂરતી (ડી) ઘણીવાર

૩. સંતાનની શાળાનો/ વર્ગ શિક્ષકનો ટેલિફોન નંબર આપની પાસે છે?
(એ) નથી (બી) કદાચ છે (સી) ડાયરીમાં છે (ડી) મોબાઇલમાં સેવ છે

૪. સંતાનના મિત્રવર્તુળની માહિતી/અંગત મિત્રોનાં માતા-પિતાની માહિતી
(એ) નથી (બી) થોડીક (સી) જરૂરિયાત પૂરતી (ડી) સંપૂર્ણ

૫. તેની છેલ્લી પરીક્ષાનું વિષયવાર પરિણામ/પસંદગી તેમજ નબળા વિષયોની જાણકારી...
(એ) ના (બી) થોડીક (સી) લગભગ (ડી) સંપૂર્ણ

૬. તેના મૂડ પરથી તેની તૈયારી/પરીક્ષાનું પરિણામ જાણી શકો?
(એ) ના (બી) કદાચ (સી) લગભગ (ડી) હા

૭. અજાણ્યા મિત્રોના ફોન સાંભળો છો? તેની ગેરહાજરીમાં તેની વસ્તુઓ ચકાસો છો?
(એ)ના (બી) ક્યારેક (સી) ઘણીવાર (ડી) હા

૮.સવારે વહેલા/ રાત્રે મોડેથી વાંચે ત્યારે તમારી હાજરી
(એ) શૂન્ય (બી) નહિવત્ (સી) ક્યારેક (ડી) સંપૂર્ણપણે

૯. તેનું ભાવિ સપનું/ તેનો ‘આદર્શ-રોલ મોડલ’ જાણો છો?
(એ) ના (બી) કદાચ (સી) લગભગ (ડી) હા

૧૦. તેના પ્રત્યે આપની ભૂમિકા
(એ) વાલીની (બી) માર્ગદર્શકની (સી) મિત્રની (ડી) જરૂરિયાત મુજબની

***

પ્રત્યેક (એ) જવાબના: (-૧) ગુણ
પ્રત્યેક (બી) જવાબના: ૦૨ ગુણ
પ્રત્યેક (સી) જવાબના: ૦૬ ગુણ
પ્રત્યેક (ડી) જવાબના: ૧૦ ગુણ

હવે તમામ પ્રશ્નોના જવાબોનાં ગુણોનો સરવાળો કરો અને જો તમારો સ્કોર...

૩૦થી ઓછો: માફ કરશો, આપ ‘બેદરકાર વાલી’ છો.
 
૩૦થી ૫૦ની વચ્ચે: ‘જાગૃત વાલી’ બનવા મહેનતની જરૂર.
૫૦થી ૭૦ની વચ્ચે: ‘જાગૃત વાલી’ની નજીક
૭૦થી વધુ: અભિનંદન, આપ ‘જાગૃત વાલી’ છો








હળવી મજાક
  • ‘બેબી બારમામાં આવી કે અમારું ‘બારમું’ થઇ ગયું!
  • આ તો તેની પરીક્ષા છે, કે અમારા જેવા ‘વાલી’ની?

મંગળવાર, 2 ઑગસ્ટ, 2011

શ્રાવણના પ્રથમ સોમવારે શાળાને મળેલ ભેટ

     શ્રવણ માસના પ્રથમ સોમવારે શાળાના દરેક બાળકોને એક ફરાળી ચેવડો અને પારલે બિસ્કીટ વહેચવામાં આવેલ છે. વડોદરા શહેરના વતની શ્રી ખોડાભાઈ અંબાલાલ પટેલ (ગોરવા મો- ૯૮૯૮૮૫૧૦૭૪) તરફથી આ પ્રસાદી વહેચવામાં આવી હતી. તેમની સાથેની મુલાકાત બાદ તેમને શાળાને જયારે કોઈ આર્થિક મદદની જરૂર હોય ત્યારે જરૂરી મદદ કરવાની પણ તૈયારી બતાવી છે.
           શાળા પરિવાર તરફથી તેઓશ્રીને ખુબ ખુબ અભિનંદન. જીવનમાં ખુબ ખુબ પ્રગતિના પંથે આગળ વધે તેવી પ્રભુ પ્રાર્થના.

સોમવાર, 1 ઑગસ્ટ, 2011

ગામ મુલાકાત

 ૩૦/૭/૨૦૧૧
                    શાળાથી ગામ ૨  કિમી દૂર આવેલું છે અને હવે શ્રાવણ માસની શરૂઆત થવાની છે. શાળાના બાળકોએ અમારી શાળાના પ્રવાસમંત્રી ધ્વારા અમારી સામે દેવ  દર્શને જવાની દરખાસ્ત મૂકી. અમારા આચાર્ય સાહેબે પ્રાર્થના સભામાં શ્રી ભોલેનાથના દર્શન કરવા અને ફાર્મની તથા ગામની મુલાકાત લેવા સોમવારે જવાની અનુમતિ આપી.
                    ધો-૩ થી ૭ ના બાળકોને લઇ જવાની જાહેરાત થઇ બાળકો ખુબ ખુશ થઇ ગયા.
૧/૮/૨૦૧૧
                  શ્રાવણ માસનો પ્રથમ સોમવાર.

                           સવારના ૯ કલાકે ધો-૩ થી ૭ બાળકો તથા તેમના વર્ગશિક્ષકો ગામમાં જવા માટે નીકળી પડ્યા.







             સૌ પ્રથમ બધા શિક્ષકો અને બાળકોએ ભગવાન ભોલેનાથના દર્શન કર્યા.
                થોડો સમય આરામ કર્યા બાદ ભજનની રમઝટ બોલાવી. પ્રસાદી લઇ મે લોકો ગામમાં ફરતા ફરતા રામબાઈમાતાના મંદિરે દર્શન કરવા નીકળ્યા.









 અહીં મંદિરની એક વાત ખુબ સરસ છે જલ્દીપભાઈએ બાળકોને તે વિશે વિસ્તૃત સમાજ પૂરી પાડી. આ મંદિર ગામની શ્રદ્ધા અને આસ્થાનુ પ્રતિક સમાન છે. ગામના દરેક વ્યક્તિ મુસ્કેલીના સમયે અહીં આવી "બકરો વધેરવાની બાધા" રાખતા.
                અને તેમની મનોકામના પૂર્ણ થતા તે વિધિ સહીત અહીં આવી એક નિર્દોષ પ્રાણીની બલી ચઢાવતા હતાં. સમયાંતરે શાળાના કાર્યક્રમોમાં નાટકો ધ્વારા તે ખોટું છે તે બતાવવામાં આવ્યું. ગામના લોકોએ ભેગા મળી આ પ્રથા દૂર કરી અને તે બાધા ના ખર્ચા જેટલી રકમ મંદિર માં ભેટ મૂકી દેવાનું શરુ કરવામાં આવ્યું.





                   ગામથી થોડા અંતરે માં મહીસાગરના કિનારે શ્રી અનિલભાઈ કાનેનું ફાર્મ હાઉસ આવેલ છે. બહુ જ સુંદર અને રમણીય ફાર્મમાં બધા બાળકોને લઇ અમે ગયા. જ્યાં સુંદર બાંધકામ વાળું મકાન તથા બાગ અને નૌકાવિહારની સુંદર સુવિધા છે.






      શાળાના બાધા બાળકોને વારાફરતી નૌકા વિહાર કરાવવામાં આવી. બાળકોને ખુબ મઝા આવી.








બધા બાળકો નૌકાની સુંદર સફર પૂર્ણ કરી ખુશખુશાલ દેખાતા હતાં.



  નૌકાવિહાર પૂર્ણ કરી થોડો સમય બધાએ ફોટા પડાવી પોતાના યાદગાર દિવસને વધુ યાદગાર બનાવ્યો.







મસ્તી તોફાન અને રમતો માં મસ્ત બાળકો

સાહેબ બહુ ભુખ લાગી છે એમ કહે તે પહેલા જ બધા બાળકોને નાસ્તો આપવામાં આવ્યો.
બધાએ નાસ્તાનો આનંદ માન્યો.
એક બીજાના હાથ પકડી પરત ફરતા બાળકો.